અવતરણ

એ અવતરણ થી ઘેરાયેલા આનંદ ની રાહ હવે નથી જોવી,
નતો વેઠવી છે એ આંતરિક સુંદરતા ની તૃષ્ણા વધુ.

ના તો એ વિલીન સ્મિતો ને ઉજાસ્વા ના પ્રયાસ,
અને ના તો ફરી નવેસરથી બાંધવાના એજ જૂના વિશ્વાસ.

ભલે રહી ને વહી ગઈ, જીવન માં સ્થિત થઈ ગઈ એ હતાશ ક્ષણો,
વધું નથી ફેલાવવી એ ભીનાશ જે પકડી ને બેઠી છે આંખ નો ખૂણો

વ્યર્થ સંદર્ભો શોધી વધેલા જીવન માં શું કામ ને ખોતરવી પ્રશ્નાર્થ ની ખીણો?
જ્યારે સ્વયં અસ્તિત્વ ના મર્મ નો અવાજ રહ્યોં જ નથી એટલો તિણો ?

કાશ ‘ આશ્ચર્ય ‘ જેવું પણ કંઈ વધી ગયું હોત જીવન માં,
સ્વયં નો કિલ્લોલ ક્યારેય સંભળાયો નઈ ને હાથે કરી ને સંભળાયા એજ જૂના સત્યો, ને એની વચ્ચે ભીંસાયેલા વિરોધાભાસ
છતાં મનુષ્યભાવે પૂછ્યા પ્રશ્નો આતે જીવન નો કેવો નિઃશ્વાસ?

અને સ્વયં થી મળ્યો એજ વિપ્લવી ઉત્તર :
વાદળો ઘણા વરસ્યા મુશળધાર ને ઘણા રહી ગયા પાણી થી દૂર,
બંધાયા રણ ની રજોટી માં રાખ થઈ છતાં ના છોડ્યું પ્રકૃતિ નું મૂળ.
કેમ? અર્થ વિહીન તો આકાશ પણ છે.

From