નનામી
:આમ શું કરે છે?
જીવતા જીવતા ટેવાઈ ગયો છું એટલે છાંયડે બેસી સૂર્ય શોધું છું,
તને ખબર છે આ દુનિયા માં આકારો પણ ખૂટી પડ્યા એટલે વાદળાંઓ માં ગોતું છું,
યાદ છે? તું જેના થી ઘવાયો એવા વાક્ય માં શબ્દે શબ્દે મધુરતા શોધું છું…
:ક્યાં સુધી આમ બેસી રેહવાનો છે?
સમય ને તો મે ક્યારનોય તરછોડી દીધો હતો! હવે જ્યારે એના પ્રમાણ ગોતતા ગોતતા આવશે ત્યારે તાપણું કરી બેસીશું,
એ સવાલ પૂછવા નું છોડશે નહિ હું જવાબ આપવા નું ચૂકિશ નહિ!
અમે તો દાયકાઓ સુધી સામ સામે બેસીશું.
:રાત થવા આવી છે આમ ઊભો થા…
રાત્રિ તો રોજ થાય છે પણ જ્યારે અંધારું થશે ત્યારે વિચારીશું,
એમાંય શું હોવાનું હતું? ચંદ્ર તો છે! પણ અમાસ કરી એનેય સ્વીકારીશું…
:એકતો તને શોધતો અહી આવ્યો ને તું ઘેલો થાય છે?
અરે ખોવાયા તો તમે હતા એટલે તો હું બીજું કાઇક શોધતો હતો,
ને તું ભૂલ થી મળી આવ્યો એના શોક માં હતો…
:ઠીક છે હું ફરી ખોવાઈ જાઉં છું
છેલ્લે તું જડી ગયો સીધું ના બોલ્યો કે ઘરે જાઉં છું
ઊભો તો રે હવે તું પણ શું યાદ રાખીશ હું તો તને આમેય ભુલાઈ જાઉ છું…