ગઇ કાલે
ગઇ કાલે હું ચંદ્ર ને પૂછતો હતો, કે
સવારે આ “તારા” - “ઓ” ક્યાં જાય છે?
ચંદ્ર આથમી ગયો.
બીજા દિવસે સૂર્ય મને પૂછતો હતો, કે
આજે “તારાઓ” ક્યાં જાય છે?
મને કોઈ પૂછો ને કે વેદાર્થ ક્યાં ગયો?
આવીજ એક ગઈકાલે મે ગુસ્સા માં પવન ને કહી દીધું,
“તું આવ ધક્કા શું કામ મારે છે?”
બે દિવસ રહી ને મારા ગણિત ના સાહેબે કહી દીધું,
“દાખલાઓ માં તું આવા કક્કા શું કામ માંડે છે?”.
નોટ ખોલી અને જોયુ તો લાગ્યું
“ઘરકામ” જેવું છે.
સાહેબ ને આપી તો તે બોલ્યા,
આતો “રફ કામ” જેવું છે.
જિંદગી નું પણ કંઇક આવું
દુનિયા જોશે કે તમારું
“મકાન કામ કેવું છે”
આપણે તો બસ એટલુંજ
જોવાનું કે આપણું
“સમારકામ કેવું છે”
લોકો બોલશે કે આગળ કંઇક કેવું છે?
ત્યારે જવાબ આપી દેવાનો,
બસ મારે આટલુંજ સેહવું છે…
From