ક્યાંક
ક્યાંક બુંદો પ્રકાશ ની જળહળ થાય છે, ને
ક્યાંક અંધકાર ની નદીઓ ખળખળ વહી જાય છે…
ક્યાંક સ્મિતો સ્મિતો થી ગીતો બની જાય છે, ને ક્યાંક એજ ગીતો વિષ ના જ્વલિત દીપો બની જાય છે…
ઘણી વાર સરગમો થંભી જાય છે, હા !
ઘણી વાર સરગમો થંભી જાય છે
છતાં હોઠે તેનું સંગીત રહી જાય છે,
પણ મને દુઃખ ત્યારે થાય છે, જ્યારે એજ પ્રેમાળ હોઠો શબ્દો વચ્ચે ની પ્રીત ભૂલી જાય છે…
From