મધુર
મધુર સાંજ ના ગીતો માં એ સૌ ના મન એકદમ લિન હતા
ને ગ્રીષ્મ હદયો સૌ હેમંત નાં મોહે વિચારો માં વિલીન હતા
એકબીજા થી સંતુસ્ટતા તોય રણકારો સૌના ભિન્ન હતા
કોણ જાણે બીજાઓ ની કૃતઘ્નતા થી સ્વયમજ આધીન હતા?
એ વાતચીતો માં-
અન્યો ના લાંબા કિસ્સાઓ ની વચ્ચે
સ્વજનો ના નાના વૃત્તાંત હતા,
ગગન - સમુદ્ર સામસામા મતો ની વચ્ચે
અંતઃ નેત્રો અટકેલા એ દિષાંત હતા,
પાતાળ સરીખો ભૂતકાળ રચી
એના ઊંડાણ માં સૌ ગમગીન હતા
વ્યાકુળ મન ના આ માનવીઓ સૌ
આજે કેમ “એક - સાથે” ભિન્ન હતા?
પ્રઘાઢ ના ઘાટાળા આકારો રચનારા
આજ અંધાર ના લીટા થી ખિન્ન હતાં?
અણસાર પામનારા માણસો પણ આજે
ભણકાર વાગે તોય શુષ્ક નિશ્ચિંત હતા
આ પુષ્પ પંખ વેરાતી ધરતી પરના સૌ
મનુષ્યો કેમ લાગતા કાંટાળી ખીણ હતા?
છેલ્લો પ્રશ્ન પૂછી લીધો મે, ને ત્યારેય કૃષ્ણ પાછો ના પડ્યો
કહે આતો બસ ચારેય યુગો ની, જ્યોતે ઓગાળેલા મીણ હતા.
From