મહેમાન

“કેમ છે” પૂછે છે એકવાર એનો
સવિસ્તાર જબાવ સાંભળી તો જો…

“મજામાં” શબ્દ માં “મજા” શબ્દ પર
મુકાયેલી હળવાશ માપી તો જો…

“તબિયત કેવી છે?” , આ અવાજ કેટલો
બેસી ગયો છે એનું ધ્યાન રાખી તો જો…

“વરસાદ કેવો છે?” પૂછે છે, હજી ગયા શિયાળા ની કરુણતા થીજેલી છે, એને એકવાર તારી ગરમાહટ આપી તો જો…

“અમદાવાદ માં ટ્રાફિક ના નડ્યો તને?”
એક વાર આ “મારી જિંદગી” શહેર માં
ગાડી ચલાવી તો જો…

“ઘરે થી જમી ને આવી ગયો?” એક
વાર આ “સૈનિક ની ચા” ચાખી તો જો…

ખરે ખર હસવા જેવું હોય ત્યારે હસી શકતો નથી તને “સ્મિત” આપુ છું
એની મોટપ માપી તો જો…

તારી “ખાંડ વગર ની ચા” તો બની ગઈ છે,
પણ મારી આ “ઉભરાયેલી ચા”
ની લિજ્જત માણી તો જો…

અત્યાર ની સરકાર મજબૂત લાગે છે તને?
એક વાર મારા વિપક્ષો ની
સંખ્યા માપી તો જો…

“ફરી સમય લઈ ને આવીશ” કહી ને નાસી જાય છે, રોકાવાય એવું આવીશ વાળું વચન આપી તો જો…

અરે છ નંબર નો બુટ છે તારો? મારા
આઠ નંબર ના બુટ માં એકવાર પગ નાખી તો જો.

From