નનામી
Feb 10, 2023
Feb 18, 2023
પાંપણ ની કિનારી પર દૃશ્યો એ જામી ગયા છે
મુજ આંખો ના એ આંસુ તું વહાવી દે
હજી કેટલી નિરાશા ની રાહ જોવી છે તારે ?
વિશદીપ ને જીવન ના ગોખલા માં સળગાવી દે
વિચલિત દુનિયા છે તું નથી
આ ભ્રમણાઓ ને એનું સ્થાન બતાવી દે
અસત્ય વ્યક્ત કરી કરી ને આધેડ થયો
હવે એકજ સત્ય માં જીવન પતાવી દે
જીવન ની રાહ જોતા જોતા
મૃત્યુ ની રાહ પકડાઈ ગઈ
તો એને પણ તારી વિનમ્રતા બતાવી દે
(અપૂર્ણ)
From