નિષ્ફળ કવિતા
શિતળ મન ની નિષ્ફળ કવિતા
ના તો જડી એમાં સુંદરતા
ના બન્યું કોઈ બંધારણ
વિચલિત દુભાયેલું મન પૂછે
શું કામ રચવી એને અકારણ??
નથી હું ઈશ્વર નથી હું ચારણ
નથી એવો કોઈ પ્રશ્ર્ન અસાધારણ
તો શું કામ ને રચું હું નવું નિવારણ?
ભૂલ્યો ભૂતકાળ નથી જોવું ભવિષ્ય ને
વર્તમાન તો છેજ વિરામણ
ધારણ શીદને કરું કલમ ને
હાથ પર શું નથી ઓછુ ભારણ?
ઘૃણા ત્યાગી તૃષ્ણા સેવી
તૃષ્ણા ત્યાગી કૃષ્ણા સેવી
ભ્રમરો ત્યાગી ભીતર સેવ્યું
ઘડાઓ ભાંગી તથ્ય મેળવ્યું
શું મળ્યું મને આજ બધા થી?
ઢળી ઉંમર ઢળ્યો સૂરજ ભેળવ્યો એમાંય અમીરસ
તરસ તરસ ના ઘૂંટડા ભર્યા બસ ના ભરાયો એજ જૂનો
ઠરેલ જરેલ મન માં રહેલ સહેલતો જાતો “અંત: રસ”
From