પ્રતીત

વિશ્વ ને જોતા પ્રતીત થાય છે,
આ રતાંધણાપણું પણ કેવું? સત્ય જોતી આંખો શરમાય છે?

“નસ્વ્યમી” ની વ્યર્થ ભ્રમણાઓ થકી,
મુજ સ્વયં ઘૃણા થી ભરાયેલો સમુદ્ર પણ ગભરાય છે?

વેરણ તાપ ની તૃષ્ણા બુઝાવતા,
દૂર નદીઓ માં પલળતી લાગણી ની ભીનાશ વિસરાય છે?

અવલોકન કરતાં વ્યથા પ્રતીત થાય છે,
દુઃખ વ્યતીત તો સૌ ને થાય છે પણ મનેજ કેમ અનુભવાય છે?

અને અન્યો ની કલ્પનાના ઓછાડ હેઠળ,
વ્યંગ થી ઉચ્ચારેલી સુખ ની પરિભાષાઓ કોઈને ન કેમ સમજાય છે?

આ પરાલંબી ચલચિત્ર માં,
આત્મીયતા ના સુરો નિહાળતી વાસણી દ્વી રાગી કેમ સંભળાય છે?

જ્યાં અહેસાસ ને વધારે માન્યતા અપાય છે ત્યાં,
હદય ના ઉઘડેલા દ્વાર ના માનસિક ઉમરા પર કેમ રહી જવાય છે?

હા, જ્યારે
ભ્રમરો ભણી ગતિ કરતી નજરો જુકી વિશ્વ ની આંખો ને છેદે
ત્યારે માત્ર નિરુત્તરીય અંતઃ વ્યથાઓ પ્રતીત થાય છે.

From