વિખૂટી ક્ષણ

વિખૂટી પડેલી એ ક્ષણ ની પાછળ
ભાંગ્યા મે કેટલા ભવ રે?

ખેડી નીર્યા અંતર ના ખેતર
ના જોતર્યા કોઈ હળ પર રે,

ચણ્યું ઘર ને ખોદયું ભોંયરું
રઉ ઊભો કઈ ધરતી પર રે?

ભર્યો પ્યાલો ને તુટી માટલી
બુજરુ ઢાકું શેના પર રે?

જીવી જવાયુ જીવન જરૂખે
રે(રહે) કોના ખભે આ શવ રે?

જફા ગઈ ને જોમે ગયું
હવે જીવશું શેના પર રે?

રૂડા રાતા ભવિષ્ય મારા
ભાખું તોય શું પણ રે?

ભવ નું ભાણું જમી લીધું મે
છેલ્લી પંગત ની પાટલી કર ને,

હવે તો કાળ લખી એ ક્ષણ સંતોશુ
પણ તે ક્ષણ માં વધી કેટલી પળ રે?

ભાંગ્યા રે મે ઘડા જનમ ના
એજ માટી નું કોડિયું તું કર ને.

From