વ્યતીત
“વ્યતીત થાય છે”
“પણ હંમેશા થવા થી એ એટલું બધું સામાન્ય બની ગયું છે કે વ્યતીત થવા નો અનુભવ નથી થતો.”
“અનુભવ થવો એ ઈચ્છા ને આધીન છે.”
“કેમ? ઈચ્છા પણ તો અનુભવ ને આધીન હોઈ શકે.”
“જો આમ હોય તો તો સર્વે નું મૂળ અનુભવ હોવો જોઈએ”
“ના એ પણ અયોગ્ય છે માત્ર ઘટના અને પૂર્વગ્રહો ની હારમાળા થી અનુભવ ની ઉપેક્ષા કરી શકાય”
“ખરેખર જોવા જઈએ તો કોઈપણ વસ્તુ નું મૂળ શોધવું એ પુંર્ણતઃ અર્થવિહિન છે અર્થાત્ આ અવિધ્યમાન વિશ્વમાંના પરીબળો નું મૂળ શોધવા ની વ્યર્થ તીતીક્ષા કરવીજ ના જોઈએ.”
“પરંતુ જો એવો મત રાખવામાં આવે તો એનો સીધો અર્થ થાય કે માનવ બુદ્ધિ ની તર્કક્ષમતા વ્યર્થ છે, અને તર્કક્ષમતા વિના નવું વિજ્ઞાન ઉદભવીજ ના શકે. ભલે અંધારા ને લીધે ઘડા ના તળિયા નું પ્રતિબિંબ ના પામી શકાય પણ જ્યાં સુધી એ ઘડા ની આંતરિક સપાટી પરાવર્તન કરી શકે છે એટલો પ્રકાશ કેમ ના જોવો?”
“વારુ, મારા વામન વિચરણ ને એમ વ્યતીત થતું હતું કે વિશ્વ ની વ્યાખ્યા વ્યક્તિગત વાણી વિહારતો વ્યક્તિ વિરામે છે નહિકે આ વિરોધાભાસી વ્યથાક્રમો ના વૈમનસ્યયુક્ત વિક્રમો”